જામનગરમાં કેન્સર દર્દીઓ ને ચેક વિતરણ કરાયુ

જામનગર, જામનગરમાં તારીખ 08-02-2020 ના ‘જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ‘ દ્વારા દર માસે આર્થિક સહાય કરતા હોય તેના ભાગરૂપે 7 દર્દીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. USA ના ચંદાબેન વારીયા જામનગરની JCRI ના મુલાકાતે આવતા 7 દર્દીઓને ડો.ચંદાબેન હસ્તકે ડૉ.કલ્પનાબેન ખંડેરિયાની હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યું હતું. USA ના ડો.ચંદાબેન વારીયાએ JCRI નાં પ્રમુખ ડૉ.કલ્પનાબેન ખંડેરિયા અને તેમની ટીમના કાઉન્સિલર તથા જોઇન્ સેક્રેટરી વિઠ્ઠલભાઈ ધોળકિયાની કામગીરીની ખુબ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ગીતાબેન સાવલા અને મેમ્બર કેતનભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે

અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(થ) મુજબ…

Read More