મોરબી, ૭૧માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવશે. ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા અને નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં શુક્રવારે કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આ આયોજન અને ઉજવણીમાં જોડાય તેના પર ભાર…
Read MoreMonth: January 2020
ગાંધીનગર ખાતે સતત પાંચમા દિવસે પણ ખેડૂતોનું આંદોલન……
ગાંધીનગર, ગાંધીનગર ખાતે પાક વીમા ના પાંચમા દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂતો સમર્થન માટે પહોંચ્યા જેમાં જામનગર જિલ્લા ખેડૂતો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ રીતે પોતાના હક માટે વીમા કંપની સામે મોરચો ખોલી ને સત્યાગ્રહ છાવણી પર બેઠા છે ત્યારે આજે પાંચમા દિવસે ખેડૂતો વિવિધ વિસ્તારમાંથી માટી લઈને આવ્યા હતા અને ધરતી ખેડીને ધાન્યન નીપજાવતા જગતના તાતને ધરતીની માટી લાવી કપાળ માં તિલક કરાવી વિજય ભવ ના આશીર્વાદ આપ્યા હતા. પાક વીમા માટે આંદોલનના પાંચમા દિવસે ખેડૂતો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે આગામી તારીખ 9/01/2020…
Read Moreકાંકરેજ ના આકોળી ગામે નાગરિક સંશોધન કાયદાની માહિતી આપવા સભા યોજાય
કાંકરેજ, ગતરોજ કાંકરેજના આકોળી ગામે કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા દ્વારા નાગરિક સંશોધન કાયદા વિશે ગામલોકોને આ અંગે વધુ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઈસુભાઈ વાઘેલા, જેણુભા વાઘેલા, ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકરો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ : મનુભાઈ પરમાર બનાસકાંઠા
Read Moreઝાલોદ તાલુકા ના ખેડૂતો નું નેશનલ કોરિડોર હાઇવે માટે જમીન આપવાનો વિરોધ…
ઝાલોદ, કેન્દ્ર સરકાર ની ભારત માલા યોજના અંતર્ગત દિલ્હી મુંબઇ નેશનલ કોરિડોર હાઇવે માં ઝાલોદ તાલુકા ના 14 ગામો માંથી 358 જેટલા સર્વે નંબરો ની ખેડૂતો ની જમીન જતી હોવાથી ખેડુતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે .જ્યારે કેન્દ્ર સરકારે પુનઃ કોરિડોર નું જાહેરનામું બહાર પાડતા ખેડૂતો માં ઉગ્ર રોષ ફાટેલો જોવા મળ્યો હતો. તારીખ 02.01.20 ના ગુરુવાર ના રોજ 14 ગામના ખેડુતો પોતાના પરિવાર સાથે પ્રાંત કચેરી ,ઝાલોદ ખાતે ઉમટી પડ્યા હતા .અને 600 થી વધુ વાંધા ઓ રજુ કરી ને વિરોધ નોંધાવ્યો હતો.ખેડૂતો અને કોંગ્રેસ ના પૂર્વ સાંસદ…
Read Moreગાંધીનગર ખાતે ખેડૂતોએ પાક વિમા માટે કર્યું આંદોલન
ગાંધીનગર, ગાંધીનગર ખાતે તારીખ ૩-૧-૨૦૨૦ના રોજ સમગ્ર ગુજરાતના ખેડુતો પાકવિમાની માંગણી સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા છે, આજે સ્વયંભુ રીતે એકઠા થયેલ ખેડુતો વિમાકંપની સામે મોરચો માંડીને પાકવિમા માટે મકકમતાથી બેસી ગયા છે. પાકવિમા માટે ગુજરાત ભરમાંથી જે. કે. પટેલ, રમણીક જાની, દશરથસિંહ ગોહિલ, શૈલેષભાઈ ઠકકર, કુલદીપભાઈ સગર, કરશનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, રમેશભાઈ ઉભડીયા, ભાવેશભાઈ કોરાટ, રતનસિંહ ડોડીયા મહેશ જોષી વગેરે સહિત બહોળી સંખ્યામાં ખેડુતો પાકવિમાની માગણી સાથે ધરણા પર બેઠા છે. દરેક ખેડુતની એક જ માગણી છે કે પાકવિમો અમારો હક છે અને ચાલુ વર્ષે…
Read Moreરાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી આજીડેમ પોલીસ
રાજકોટ શહેરમાં નવા વર્ષના અનુસંધાનને સ્પેશિયલ ડ્રાયવ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર કુલદિપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ નેચડા ને મળેલી બાતમીના આધારે પેટ્રોલીંગ દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાંથી જુદી.જુદી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બોટલ નંગ.1500 તેમજ ટાટા સુમો કાર સાથે 3 ઈસમો એવા ( 1) જલો માવજીભાઈ પારધી. જાતે.અનુ-જાતિ ઉ.28 રહે. ભગવતીપરા નંદનવન સોસાયટી રાજકોટ (2) સુરેશભાઈ મેધજીભાઈ સોલંકી. જાતે.અનુ-જાતિ ઉ.40 રહે. રોહિદાસપરા શેરીનં. 7 રાજકોટ (3) ઈલુ ભાણજીભાઈ બોરીચા. જાતે.અનુ-જાતિ. ઉ.29 રહે. રોહિદાસપરા શેરીનં.6 રાજકોટના ઓને પકડી પાડી કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર રાજકોટ.
Read Moreરાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની તાડમાર તૈયારીઓ
*રાજકોટ, રાજકોટ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીની વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ કલેકટર કચેરીના ગ્રાઉન્ડફલોર પર જાપાનીઝ ઓરેગામી પધ્ધતિથી વિશ્વ વિક્રમ સર્જનાર “ફલેગ ઓફ યુનિટી” બનાવવાનું કામ આર્ટીસ્ટ શ્રી વિરાજબા જાડેજા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જાપાનીઝ ઓરેગામી પધ્ધતિમાં માત્ર પેપર કટીંગની ચેઇન બનાવીને કોઇ પણ પ્રકારનો ગમ કે ફેવીસ્ટીકનો ઉપયોગ કર્યા વગર અંદાજે ૪૨ હજાર જેટલા કાગળો જોડીને ૨૨ દિવસમાં ૧૦x૬II ફુટનો આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા બનાવશે. જેમાં રાજકોટ શહેરની ૫૧ જેટલી શાળાના બાળકો તેમને આ કાર્યમાં સહયોગ આપી રહયા…
Read Moreસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંયુક્ત ઈન્ટરેકશન મીટ યોજાઈ
રાજકોટ, રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તા.3.1.2020 ના રોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્મા સાથે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ અને એકેડેમિક કાઉન્સીલના સભ્યશ્રીઓની સંયુક્ત ઈન્ટરેકશન મીટ યોજાઈ હતી. આ ઈન્ટરેકશન મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી પાંચ વર્ષના વિઝન-મિશન તથા શિક્ષણના વિવિધ પ્રકલ્પોની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. માન. ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ અગ્રસચિવ શ્રીમતી અંજુબેન શર્માને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ હતું. આ ઈન્ટરેકશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. મેહુલભાઈ રુપાણી. ગોવિંદગુરુ યુનિવર્સિટી. ગોધરાના કુલપતિશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય…
Read Moreમુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય
રાજકોટ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસર થી C.R.P.C. અને ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઉતરાયણ ના તહેવારો દરમ્યાન આવી ચાઈનીઝ તુક્કલ અને માંઝા દોરીથી અકસ્માતે થતી માનવ અને પશુ પક્ષીઓની જાનહાનિ અને ઈજાઓ નિવારવા ના સંવેનશીલ ભાવ થી તેમણે આ નિણર્ય કર્યો છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreસમસ્ત અનુસુચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શોર્ય દિવસ પર શોભાયાત્રા નુ આયોજન
રાજકોટ, રાજકોટ શહેર તા.1/1/2020 ના રોજ ગુજરાત રાજ્ય ના રાજકોટ શહેર માં સૌપ્રથમ વખત યુવા ભીમ સેના તેમજ સમસ્ત અનુસુચિત જાતિ દ્વારા ભીમા કોરેગાવ શોર્ય દિવસ પર શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા માં ગુજરાત અને ભારત ભર માથી મોટી સંખ્યા માં બહુજન સમાજ ના લોકો જોડાઈ આ રેલીને સફળ બનાવેલ તે બદલ ભીમ સૈનિકોનો ખુબ ખુબ આભાર. રિપોર્ટર: દિલીપ પરમાર, રાજકોટ
Read More