પાંચ અઠવાડિયાનું એક્સટેન્શન મળતા સલમાન ખાનને ફી ઉપરાંત પ્રતિ એપિસોડ 2 કરોડ રૂ. વધારે મળશે

મુંબઈઃ સલમાન ખાનનો શો ‘બિગ બોસ 13’ પહેલાં જાન્યુઆરી મહિનામાં પૂરો થઈ જવાનો હતો. જોકે, હવે તે પાંચ અઠવાડિયા વધુ ચાલશે. હવે, આ શોની ગ્રાન્ડ ફિનાલે ફેબ્રુઆરી મહિનામાં આવશે. સલમાન ખાનને આ પાંચ અઠવાડિયા માટે ફી ઉપરાંત બે કરોડ રૂપિયા વધારાના મળશે. સલમાને પહેલાં કામ કરવાની ના પાડી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાને વધારાના પાંચ અઠવાડિયા માટે શોને હોસ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘રાધેઃ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. જોકે, ચેનલે સલમાન ખાનને પૈસાની લોભામણી લાલચ આપીને પાંચ અઠવાડિયા માટે મનાવી લીધો છે.…

Read More

હેરી પોટર સિરીઝના એક્ટરે નવી ફિલ્મનું ખોટું અનાઉન્સમેન્ટ કર્યું, ફેન્સ બોલ્યા- આશા તોડવાની હિંમત કેમ થઇ

હોલિવૂડ ડેસ્ક: હેરી પોટર સિરીઝની છેલ્લી ફિલ્મને રિલીઝ થયાને 8 વર્ષ થઇ ચૂક્યા છે. ત્યારબાદ પણ પોટરના ફેનબેસમાં જરાપણ ઘટાડો થયો નથી. તેનું ઉદાહરણ લાઈવ મળ્યું જ્યારે ફિલ્મમાં નેવિલ લોન્ગબોટમનો રોલ પ્લે કરનાર મેથ્યુ લુઈસે ટવીટ કરીને આગામી ફિલ્મની જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે હેરી પોટરની નેક્સ્ટ ફિલ્મનું શૂટિંગ જૂની સ્ટારકાસ્ટ સાથે 2020માં ફરીથી શરૂ થઇ રહ્યું છે. જોકે આ વાતની હકીકત ત્યારે ખબર પડી જ્યારે ફેન્સે તેની ઝાટકણી કરી. મેથ્યુએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક લિંક શેર કરીને જણાવ્યું કે હેરી પોટર તેની ઓરિજિનલ કાસ્ટ સાથે 2020માં આગામી…

Read More

સાઉદી અરબના રાજકુમાર જેકેટ- સ્પોર્ટ્સ શૂઝમાં દેખાયા, સોશિયલ મીડિયા પર છવાયા

રિયાધ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. સલમાને રિયાધમાં ફોર્મ્યુલા ઇ રેસ દરમિયાન બ્રિટિશ બેન્ડનું જેકેટ પહેર્યું હતું. તેમણે પારંપરિક સફેદ પહેરવેશ પર આ જેકેટ પહેર્યું હતું. સાથે જ સનગ્લાસ અને સ્પોર્ટ્સ શૂઝ પણ પહેર્યા હતા. ત્યારથી મધ્ય-પૂર્વ અને પશ્ચિમ ફેશનના આ મિશ્રણના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. ઝુકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન શર્ટ, બ્લેઝર અને જીન્સમાં દેખાયા હતા એક યુઝરે આ જેકેટ ઓનલાઇન શોધી કાઢી. સાથે લખ્યું કે આ તેની સૌથી મોટી જાહેરાત છે. સલમાન 2016માં પણ અમેરિકામાં ફેસબુકના સંસ્થાપક માર્ક…

Read More

ઈરાને અમેરિકાને સબક શીખવાડવા માટે સાઉદી અરબ પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું: રિપોર્ટ

વોશિંગ્ટનઃ સાઉદી અરબની બે ઓઈલ રિફાઈનરી પર સપ્ટેમ્બરમાં ડ્રોન્સ અને મિસાઈલો દ્વારા હુમલા થયા હતા. તેના કારણ એક સપ્તાહ સુધી સાઉદીનું ઓઈલ ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી, જોકે સાઉદીએ તેની પાછળ ઈરાનનો હાથ હોવાનું કહ્યું હતું. અત્યાર સુધીમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાઉદી પર હુમલાનું ષંડયત્ર ઈરાનમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. અરામકો પર હુમલાના 4 મહીના પહેલા ઈરાનના સૈન્ય અધિકારીઓએ હુમલાનું ષંડયત્ર રચવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સામેલ 4 લોકોના હવાલાથી ખુલાસો ન્યુઝ એજન્સી રોયટર્સે બેઠકમાં સામેલ 4…

Read More

રાષ્ટ્રપતિ રાજપક્ષે કહ્યું- ચીનને હમ્બનટોટા બંદર 99 વર્ષ સુધી લીઝ પર આપવું અગાઉની સરકારની ભૂલ હતી

કોલંબોઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી. આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે. રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે. તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ. શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું. રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકાને એક તટસ્થ…

Read More

હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોની જીત પર સરકાર વિફરી, મીડિયાએ કહ્યું- મતદાન તોફાનીઓની ભેટ ચડ્યું

બેજિંગ: હોંગકોંગમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જ્યાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ચીન આ પરિણામો પર લાલઘૂમ છે. ચીનના મીડિયાનું કહેવું છે કે લોકતંત્ર સમર્થકોને જીત એટલા માટે મળી કારણ કે લોકોમાં તેમનો ડર હતો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે આ મતદાન તોફાનીઓની ભેટ ચડી ગયું છે. હોંગકોગમાં સોમવારે જાહેર થયેલા જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોને 452માંથી 390 સીટ પર જીત મળી . આ કુલ સીટોનું લગભગ 86 ટકા છે. વોટીંગમાં પણ હોંગકોંગના લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો હતો. 2015ના 14.7 લાખ…

Read More

ભારતમાં દવાઓ દુનિયાના સરેરાશ ભાવ કરતા 73% સસ્તી, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછી; અમેરિકામાં કિંમતો સૌથી વધારે

નવી દિલ્હીઃ ભારતમાં લોકોને દવાઓ પર દુનિયાના સરેરાશ કરતા અંદાજે 73% ઓછો ખર્ચો કરવો પડે છે. એક સ્ટડી પ્રમાણે, ભારતમાં સસ્તી દવાઓ અપાવવાના મામલામાં દુનિયાના 5 ટોચના દેશોમાં સામેલ છે. જ્યાં ભારતમાં દુનિયાના સરેરાશથી 73.80% સસ્તી દવાઓ મળે છે, ત્યાં થાઈલેન્ડમાં દવાઓ વૈશ્વિક સરેરાશ કરતા અંદાજે 93.93% સસ્તી પડે છે. આ કિંમતો દુનિયામાં સૌથી ઓછી છે. ત્યારબાદ કેન્યા (93.76%)બીજા નંબરે , મલેશિયા (90.80%) ત્રીજા નંબરે અને ઈન્ડોનેશિયા(90.23%) ચોથા નંબર પર છે. બ્રિક્સમાં સાથી દેશો(બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા)ની તુલનામાં પણ ભારતમાં દવાઓ સૌથી સસ્તી છે. ઈંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન…

Read More

સબરીમાલામાં પ્રવેશ માટે તૃપ્તી દેસાઈ કેરળ પહોંચી, પહેલાં મંદિર પહોંચેલી બિંદૂ પર મરચાનો પાવડર ફેંકાયો હતો

કોચ્ચી: મહારાષ્ટ્રની સામાજિક કાર્યકર્તા તૃપ્તી દેલાઈ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે મંગળવારે સવારે કેરળના કોચ્ચી એરપોર્ટ પહોંચી છે. તેમની સાથે આ વર્ષે જાન્યુઆરીમાં સબરીમાલા મંદિરમાં દર્શન કરી ચુકેલી બિંદુ અમ્મિન પણ છે. પોલીસ કમિશનર ઓફિસ બહાર બિંદુના ચહેરા પર અજ્ઞાત વ્યક્તિએ મરચાંનો પાવડર ફેંક્યો હતો. 16 નવેમ્બરે મંડિરના કપાટ મંડળ પૂજા ઉત્સવ માટે ખોલવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2018માં દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયમાં પુન:વિચાર માટે દાખલ કરવામાં આવેલી અરજી પર 7 જજની બેન્ચ ચુકાદો આપશે. ભૂમતા બ્રિગેડના સંસ્થાપક તૃપ્તીએ કહ્યું, આજે સંવિધાન દિવસ…

Read More

અગાઉ સેના, સુરક્ષા દળો પર હુમલો કરનાર હિજબુલના 2 આતંકવાદી માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીને ઠાર કર્યા છે. આ અથડામણ સોમવારે રાત્રે શરૂ થઈ હતી, જે મંગળવાર સુધી ચાલી હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ફરહાન-નૈરા અને ઈરફાન રાથન તરીકે કરવામાં આવી છે. તે નૈરા રિયાઝનો સહયોગી હતો. તે વર્ષ 2016થી કાશ્મીરમાં સક્રિય હતો. સેનાએ તેને “એ” શ્રેણીમાં આતંકવાદી જાહેર કર્યો હતો. રાથર 2017થી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. બન્ને આતંકવાદી સુરક્ષા દળો પર હુમલો કરવા સંડોવાયેલા હતા. Source: Divya Bhaskar (For Testing Purpose)

Read More

બંધારણની રચનાને આજે 70 વર્ષ પૂર્ણ થયા, સમયાંતરે 100થી વધુ સુધારા સાથે વધુ સશક્ત બન્યુ

આઝાદી પછી ભારતના બંધારણની રચના અને અમલીકરણની દ્રષ્ટિએ ઈતિહાસમાં 26મી નવેમ્બર અને 26મી જાન્યુઆરી ખાસ દિવસ છે. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની રચના માટે સમિતિની રચના કરવામાં આવી હતી. વિશ્વભરના અનેક દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, લંબાણપૂર્વકની બેઠકો, ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણની રચના કરી હતી. આ નવા બંધારણને 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જોતાં ભારતના બંધારણને આજે 70 વર્ષ પૂર્ણ થાય છે. આ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી,1950થી કરવામાં આવ્યો…

Read More