હિન્દ ન્યુઝ, રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ અને જૂનાગઢ)ની સંયુક્ત કાર્ય શિબિરનો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયાના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ પ્રારંભ થયો હતો. ચોમાસામાં પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી છે, ત્યારે ધોરાજી પાસે આવેલા પાટણવાવ ગામમાં ઓસમ ડુંગરની તળેટીમાં બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. આ કાર્યશાળામાં સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા કચેરીઓની કામગીરીની સમીક્ષા સાથે તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રચાર પ્રસિદ્ધિ વધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગેનું ચિંતન કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન સમયે સંપાદકીય કામગીરી, વહીવટી બાબતો અંગેની કુશળતા, મેદસ્વિતા મુક્ત…
Read MoreCategory: Education
મહિલા સશક્તિકરણ માટે એક નવી દિશા – વિકાસ અને ન્યાયને સાથે રાખીને આગળ વધીએ!
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં 🔸 રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજ્યા રહાટકરે 👉🏼 સૌરાષ્ટ્ર ઝોનનાં ૬ જિલ્લાની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની થતી અમલવારીની વિગતવાર સમીક્ષા કરી હતી. 🌿 ખાસરૂપે હાઇલાઇટ: ✔️ “નવી દિશા, દીકરી આગળ વધો” પહેલ – શાળામાંથી ડ્રોપઆઉટ દીકરીઓને શૈક્ષણિક જગતમાં ફરી આગળ વધારવાનો પ્રેરણાત્મક પ્રયાસ ✔️ વર્કિંગ વુમન હોસ્ટેલ – કાર્યરત મહિલાઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ નિવાસ ✔️ ‘તેરે મેરે સપને’ – પ્રિ-મેરેજ કાઉન્સેલિંગ ✔️ મહિલાઓ પર થતા ગુન્હાઓની સમસ્યાઓ માટે પોલીસ વિભાગની કાર્યક્ષમતા ✔️ સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર વગેરે…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી ગુજરાત સરકાર…
સુશાસનના 4 વર્ષ હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિસેમ્બર 2024માં શરૂ કરેલ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર… મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્યમંત્રી દ્વારા શરૂ થયેલી અનેક લોકકલ્યાણકારી યોજનાઓએ રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કર્યો છે…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-3
હિન્દ ન્યુઝ, બોટાદ નાના બાળકોના હાથમાં પેન્સિલ પકડાવતાં, અક્ષરમાળા શીખવતાં અને ગણિતનો પાયો નાખી બાળકોનું ઘડતર કરતા આપણાં શિક્ષકો.. જેઓ દ્રઢપણે માને છે કે, “બાળકોનો પાયો મજબૂત હશે તો જ ભાવિ મજબૂત થઈ શકશે” આવા જ એક શિક્ષક છે ગઢડા (સ્વા.)ની શ્રી ભંડારીયા પ્રાથમિક શાળામાં કાર્યરત શ્રી અશોક કુમાર પરમાર.. જેમને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. …
Read Moreમહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા મિશન શક્તિ હેઠળ જાતીય સમાનતા પર વિશેષ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર ભારત સરકારની “મિશન શક્તિ” યોજના હેઠળ, મહિલા અને બાળ અધિકારી કચેરી, જામનગર દ્વારા “સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન”ના નેજા હેઠળ એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓને શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો વિશે માહિતગાર કરવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ડૉ. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ પાર્વતી દેવી શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને જાતીય સમાનતા વિશે જાગૃત…
Read Moreસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક અને બિનસરકારી અનુદાનિત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તથા તારીખ:૦૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ https://gserc.in/ પર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી…
Read Moreઆણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલએ જણાવ્યું હતું કે,સ્કૂલમાં જવા માટેની પૂર્વ તૈયારી સ્વરૂપે પા..પા..પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.જે અન્વયે સમગ્ર વર્ષ દરમિયાન ભુલકાઓએ કરેલ પ્રવૃતિઓને મંચ પૂરું પાડવા માટે ભૂલકા મેળો અગત્યનું માધ્યમ બની રહ્યો છે. બાળકોના સર્વાગી વિકાસ માટે આ મુજબના ભૂલકા મેળાનું આયોજન તાલુકા કક્ષાએ પણ થવુ…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી-2
બોટાદ “શ્રી જનડા પ્રાથમિક શાળામાં વિજય સાહેબ વિજ્ઞાન વિષય ભણાવે એટલે અમને બધા પ્રયોગો સમજાઈ જાય…” આ શબ્દો છે જનડા પ્રાથમિક શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના… આજનો સમય વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્પર્ધાનો સમય છે. એવા સમયમાં શિક્ષણનું માધ્યમ માત્ર શીખવાડવાનું નથી રહ્યું, પણ બાળકના સર્વાંગી વિકાસ તરફ દોરી જતું કાર્ય બની ગયું છે. આપણી સરકારી શાળાઓમાં આ કાર્ય બખૂબીથી થઈ રહ્યુ છે. શ્રી જનડા પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિજયકુમાર મકવાણાને તાજેતરમાં શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગઢડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષકએ પોતાના…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા શિક્ષક દિવસ વિશેષ શ્રેણી
હિન્દ ન્યુઝ, બોટાદ વિદ્યાર્થીઓ પાસે શાળાએ નહીં જવાનું તો કોઈ બહાનું જ નથી… અને બહાનું હોય પણ શા માટે? પ્રાકૃતિક વાતાવરણમાં સુંદર મજાની શાળા.. અને શાળામાં ખૂબ જ સહકાર આપતા પરિવાર જેવા શિક્ષકો… આજે વાત આવી બોટાદ જિલ્લાની આવી જ એક રમણીય શાળાની અને સકુશળ શિક્ષકની… “વર્ગને સ્વર્ગ” બનાવવાની નેમ સાથે અને શાળાને શ્રેષ્ઠ બનાવવાનાં હેતુ સાથે તા.૨૪-૮-૨૦૧૩થી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જલાલપુર પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક વિપુલસિંહ પરમાર… વિપુલભાઈ ધોરણ આઠમાં સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રૂચિ વધે તે માટે શિક્ષકશ્રી…
Read More