હિન્દ ન્યુઝ, ડાંગ
વર્ષે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત માટે વિકસતિ ગુજરાતનું લક્ષ્ય સિધ્ધ કરવાની રાજ્ય સરકારની નેમને અનુસરતા રાજ્યમાં દર વર્ષે ૭ મી ઓક્ટોબર થી ૧૫મી ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવા આવે છે.
જે ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના PC &PNDT દ્વારા તા ૧૧ ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોએ કિશોરીઓનાં સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, માસિક સ્ત્રાવની સ્વચ્છતાં અને નિવારક આરોગ્ય પગલાં અંગે જાગૃતિ લિંગ સંવેદનશીલતા છોકરીઓનાં અધિકારો, સશક્તિકરણ અને લિંગ સંબંધિત અસમાનતાઓને ઘટાડવા પર પ્રકાશ પાડતા કાર્યક્રમો સમુદાય આઉટરીચ શાળાઓ, આંગણવાડી નો અને સમુદાય સેટિગ્સમાં રેલીઓ, પ્રદર્શનો અને જાગૃતિ સુત્રો જેવી પ્રવૃતિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ તથા આશા બહેનો, આંગણવાડી બહેનો તથા ગ્રામજનો સહભાગી થયા હતાં.
