હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમ દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  આ અંતર્ગત તા. 29/05/2026 ના રોજ યોજાયેલી રાઉન્ડ ધ ક્લોક સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ભાટ, ધણપ, સરગાસણ, અડાલજ, લીમ્બડીયા, લવારપુર, ખોડીયાર-વૈષ્ણોદેવી અને ખડાત જેવા વિવિધ વિસ્તારોમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા કુલ 10 ડમ્પર વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે.  તંત્ર દ્વારા આશરે ₹3 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા તમામ વાહનમાલિકો વિરૂદ્ધ કડક દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી…

Read More

‘ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’, ગાંધીનગર ખાતે અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોકથી બચાવવા વન વિભાગનું વિશેષ આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  🔹 ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે 15 જમ્બો કૂલર્સ, 20 હાઇ-ટેક સ્પ્રિન્ક્લર્સ તેમજ વિટામિન-યુક્ત આહારની વ્યવસ્થા; કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું 🔹 વન્યજીવોના આવાસ, સર્પગૃહ, પક્ષી ગૃહમાં પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે; અબોલ જીવોની ત્વરિત સારવાર તેમજ નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાઈ 🔹 ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે; સાથે જ…

Read More

રજૂઆત કર્તાનું કામ નિયમાનુસાર થવા પાત્ર હોય તો તાત્કાલિક પૂરું કરી આપવું જોઈએ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મે-2026 મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆતો લઈને આવેલા ખેડૂતો અને સામાન્ય માનવીઓની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી તેના ત્વરિત નિવારણ માટે તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી. જાહેર રસ્તાઓ પર દબાણો કરતાં અસામાજિક તત્વો સામે કડકાઈથી પેશ આવીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા મુખ્યમંત્રીની પોલીસ તંત્રને સૂચના; રાજ્ય સ્વાગત અંતર્ગત આવતી રજૂઆતોનું સમય મર્યાદામાં ન્યાયિક અને સરળ રીતે નિરાકરણ લાવીને પ્રજાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ સંગીન થાય તેવી કામગીરી માટે જિલ્લા તંત્રને દિશાનિર્દેશ આપ્યા.

Read More

જૂનાગઢ ખાતે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૩૧ મેના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભીના નેતૃત્વમાં માળિયા તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), આયુષ્માન આરોગ્ય મંદિરો તેમજ સબ સેન્ટરો ખાતે “તમાકુ નિષેધ સંકલ્પ કાર્યક્રમ “નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની તમામ આરોગ્ય સુવિધાઓ ખાતે તબીબો, આરોગ્ય કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. ઉપસ્થિત સૌએ પોતાના જીવનને…

Read More

વલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો; રાહુલે દસ ઇવેન્ટની આ સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ્સ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો. નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે. ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તક…

Read More

“હિન્દ રક્ષક સંઘ” ની મહેનત રંગ લાવી 

હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડમાં ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાયેલી હિન્દુ યુવતીની ઘર વાપસી            જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક ૨૦ વર્ષીય હિન્દુ યુવતીને ૪૦ વર્ષીય વિધર્મી દ્વારા ‘લવ જેહાદ’ માં ફસાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને “હિન્દ રક્ષક સંઘ” દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પરિણામે યુવતીની સુરક્ષિત “ઘર વાપસી” કરાવવામાં સફળતા મળી હતી.        કાલાવડ તાલુકાની ૨૦ વર્ષીય યુવતીને ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાવવામાં આવી હોવાની માહિતી…

Read More

रक्षा मंत्री ने ऑपरेशन सिंदूर पर स्मारक पुस्तक का विमोचन किया, जिसमें सैनिकों के व्यक्तिगत अनुभव संकलित हैं

हिन्द न्यूज़, दिल्ली     रक्षा मंत्री राजनाथ सिंह ने 29 मई, 2026 को ऑपरेशन सिंदूर पर स्मारक पुस्तक का विमोचन किया। यह पुस्तक ऑपरेशन सिंदूर में भाग लेने वाले 100 अधिकारियों, नौसैनिकों, वायुसैनिकों और अन्य सैनिकों के व्यक्तिगत अनुभवों का संकलन है। रक्षा मंत्री ने एक पोस्ट में इस प्रकाशन को ऑपरेशन सिंदूर को अंजाम देने वालों को श्रद्धांजलि बताते हुए सैनिकों के समर्पण और साहस से जुड़ाव का प्रतीक बताया। उन्होंने कहा, “लोगों को इस पुस्तक से प्रेरणा लेकर राष्ट्र की सुरक्षा सुनिश्चित करने और संप्रभुता बनाए रखने…

Read More

માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, પાલનપુર       પાલનપુરની ૮ વર્ષની નિક્ષા બારોટે માત્ર ૭ દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવી માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ ૧૭,૫૯૮ ફૂટની ઊંચાઈએ ગાયું રાષ્ટ્રગાન ૮ વર્ષની નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી આપ્યો ખાસ સંદેશ: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને આપ્યો સંદેશ

Read More

વલસાડ જિલ્લાના ખેડુતો માટે નવી ત્રણ બાગાયતી યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે વિવિધ ઘટકો જેવા કે, (૧) બહુસ્તરીય પધ્ધતીથી ફ્ળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (૨) રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહીત કરવાનો કાર્યક્રમ તથા (૩) ફ્ળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ વગેરે માટે તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ Ikhedut Portal 2.0 (web site:www.ikhedut.gujarat.gov.in). અરજી કરવાની રહેશે, તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ…

Read More

ચોમાસાને ધ્યાનમાં લઈ વાપી મનપા દ્વારા કંટ્રોલરૂમ ચાલુ કરાયો

હિન્દ ન્યુઝ, વાપી    આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વાપી મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર. ૦૨૬૦-૨૯૭૬૪૮૦ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ/ ઘટના બને, પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તો વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરી શકો છો. ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમ્યાન મોબાઈલ નંબર- ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધવી શકો છો. જેની જાહેર જનતાએ નોંધ લેવા વાપી મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Read More