હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમ દ્વારા બિનઅધિકૃત ખનીજ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

આ અંતર્ગત તા. 29/05/2026 ના રોજ યોજાયેલી રાઉન્ડ ધ ક્લોક સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ભાટ, ધણપ, સરગાસણ, અડાલજ, લીમ્બડીયા, લવારપુર, ખોડીયાર-વૈષ્ણોદેવી અને ખડાત જેવા વિવિધ વિસ્તારોમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા કુલ 10 ડમ્પર વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. 

તંત્ર દ્વારા આશરે ₹3 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા તમામ વાહનમાલિકો વિરૂદ્ધ કડક દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

Related posts

Leave a Comment