હિન્દ ન્યુઝ, કાલાવડ
કાલાવડમાં ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાયેલી હિન્દુ યુવતીની ઘર વાપસી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ‘લવ જેહાદ’ ની એક ગંભીર ઘટના બનવા પામી હતી જેમાં એક ૨૦ વર્ષીય હિન્દુ યુવતીને ૪૦ વર્ષીય વિધર્મી દ્વારા ‘લવ જેહાદ’ માં ફસાવવામાં આવી હતી. આ ઘટના બાદ હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ સતર્કતા દાખવીને “હિન્દ રક્ષક સંઘ” દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને પરિણામે યુવતીની સુરક્ષિત “ઘર વાપસી” કરાવવામાં સફળતા મળી હતી.
કાલાવડ તાલુકાની ૨૦ વર્ષીય યુવતીને ‘લવ જેહાદ’ના ચુંગલમાં ફસાવવામાં આવી હોવાની માહિતી મળતા જ “હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલનાઓ તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
હિન્દુ યુવતીની ઘર વાપસી માટે “હિન્દ રક્ષક સંઘ”એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આ કાર્યમાં સંસ્થાની સાથે કાલાવડ તાલુકા અને શહેર ભાજપના પદાધિકારીઓ, સર્વે હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ કાલાવડ વી.એચ.પી. અને બજરંગ દળના કાર્યકરો, વકીલશ્રીઓએ રાત-દિવસ એક કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
“હિન્દ રક્ષક સંઘ” ના ત્વરિત પ્રયાસોના કારણે આખરે હિન્દુ સમાજની દીકરીને ‘લવ જેહાદ’ના ચુંગલમાંથી મુક્ત કરાવી તેના પરિવારજનોને સુરક્ષિત સોંપવામાં સફળતા મળી હતી.
હિન્દુ સુરક્ષા માટે “હિન્દ રક્ષક સંઘ”નું મક્કમ વલણ
આ ઘટના બાદ “હિન્દ રક્ષક સંઘ” ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલે જણાવ્યું હતું કે “હિન્દુ દીકરીઓની સુરક્ષા અને તેમના સન્માન માટે અમારી સંસ્થા હંમેશા પ્રતિબદ્ધ છે. લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ જેવી ઘટનાઓ સામે અમે કાયદાકીય અને સામાજિક સ્તરે લડત ચાલુ રાખીશું.”
આ ઘટનાએ હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાની અને દીકરીઓની સુરક્ષા બાબતે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસની પ્રશંસનીય કામગીરી
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી આકાશ બારસિયાનાઓ, પી.એસ.આઈ. શ્રી આર.બી.ઠાકોરનાઓ અને સમગ્ર પોલીસ સ્ટાફના સહયોગ બદલ ‘હિન્દ રક્ષક સંઘ’ ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ દ્વારા હૃદય પુર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
