હિન્દ ન્યૂઝ, વડાગામ,
અભ્ય ચુડાસમા, પોલીસ મહાનિરિશ્રક ગાંધીનગર રેન્જ ગાંધીનર તથા સંજય ખરાત સાહેબ, પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ જિલ્લામાં બનેલ મિલકત વિરુદ્ધ ગુન્હો શોધી કાઢવા માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ જે અન્વયે પો.સ.ઈ. પી.ડી.રાઠોડ ધનસુરા પો.સ્ટે.નાઓએ પોતાના વિસ્તારમાં સધન તકેદારી રાખી બાતમીદારો સતર્ક કરેલ અને તાબાના માણસોને સૂચના આપેલ જે અનુસંધાને ધનસુરા પોલીસના અ.હે.કો.રાજદીપ સિંહ જીત સિંહ બ.ન.૩૯૦ તથા અ.લોકરક્ષક પોપટભાઈ કાળા ભાઈ બ.ન.૦૪૬૫ નાઓ વડાગામ ઓ.પી.વિસ્તારમાં ના.રાં. પેટ્રોલિંગ દરમિયાન બજાજ પ્લેટિના મો.સા.ઊભી રાખી ચેકીંગ કરતા મો.સા.ને કોઈ રજીસ્ટ્રેશન નબર પ્લેટ લગાડેલ ન હોય જેથી સદરી ઈસમને મો.સા.ના માલિકી સબંધે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય મોટર સાઈકલ નો ચેચિસ નંબર જોતા ચેચીસ નંબરના ભાગે ચેડાં કરી ભૂસી નાખેલ હોય જેથી સદરી ઇસમના કબજાનું મો.સા.શંકાસ્પદ જાણતા મો.સા.ચાલક ઈસમ નો નામઠામ પૂછતા પોતે પોતાનું નામ જગદીશભાઈ લક્ષ્મણભાઈ કોટવાળ રહે.રાજપુર તા.ધનસુરા જી.અરવલ્લી નો હોવાનું જણાવેલ સદરીના કબજાની મો.સા.ના એન્જિન નંબર DZZRCE79383 આધારે પોકેટ કોપ (ઈ- ગુજકોસ)મોબાઈલ એપ્લિકેશન મારફતે સદર મો.સા.ના એન્જિન નંબર આધારે ખરાઈ કરતા સદર મો.સા. નો રજીસ્ટ્રેશન નંબર GJ-06-FH-7831 નો હોવાનું તથા મો.સા.ના માલિક ઇમરાન ખાન દિલીપસિંહ બ્લાવત રહે.
મસ્જિદ ફડ્યું, દેવનગર પો. નટવર નગર તા.સાવલી જિલ્લો વડોદરા તથા સદર મો.સા. ચોરાયેલ હોય અને અને આ બાબતે ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.ન.૦૦૭૭/૨૦૧૫ થી ગુન્હો નોધાયેલ હોવાની હકીકત જણાઈ આવેલ જેથી સદરહુ મો.સા.ચોરીમાં ગણેલ હોય તપાસ અર્થે કબ્જે લઈ .મો.સા.સાથે મળી આવેલ ઈસમ જગદીશ ભાઈ લક્ષ્મણ ભાઈ કોટવાળ રહે.રાજપૂત તા.ધનસુરા જી.અરવલ્લી નાઓની સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ અટકાત કરી આગળની કાર્યવાહી થવા સારું ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ છે. આમ, ધનસુરા પોલીસને વડોદરા ગ્રામ્ય ના ભાદરવા પોલીસ સ્ટેશન નો વાહન ચોરીના ગુંહોનાના ભેદ ઉકેલવામાં સફળતા મળેલી છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા