હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ,
મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રમાં રહેલી ભાજપની ખેડૂત વિરોધી કાર્ય કરતી સરકાર તથા ગુજરાત રાજ્ય મા આ વર્ષ દરમિયાન દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારી ના લીધે સ્કુલ ફી માં માફી કરવા ના પ્રક્ષ ને આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અનુસંધાને સત્યાગ્રહનું કાર્યક્રમ રાખવામાં આવેલ. જેના અંતર્ગત વેરાવળ શહેર તાલુકા તથા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ટાવર ચોક ખાતે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડ ની અધ્યક્ષતામાં ધરણા પર કોંગ્રેસના આગેવાનો બેઠેલા અને કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયેલી મોદી સરકાર તથા ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી સાથે ગેરવર્તન કરી એમની ધરપકડ કરેલ તેના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ ટાવર ચોક ખાતે ધારણા નું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. તે દરમિયાન પોલીસ ખાતા દ્વારા ભગવાનભાઈ બારડ, હીરાભાઈ રામ કરસનભાઈ બારડ, દિનેશભાઈ રાયઠુઠા, ફારૂક ભાઈ પેરેડાઇઝ, સંગીતાબેન ચાડપા, મનસુખભાઈ ગોહિલ, ઉષાબેન કુસકીયા, કાજલબેન લાખાણી, પ્રેમભાઈ ગઢીયા, હિરેન ભાઇ બામરોટીયા, વલ્લભભાઈ માકડિયા, દિપકભાઈ દોરીયા, જગમાલભાઇ સોલંકી, ભગુભાઈ વારા, બકુલભાઈ કાપડીયા, નરેશભાઈ ચાવડા, ખંજન ભાઈ જોશી, ચીમનભાઈ ચાવડા, દક્ષેશભાઈ શીરોધલયા, દેવીબેન ગોહેલ, મીનાબેન બામણીયા, ચીમનભાઈ ચાવડા, મંજુલાબેન સોલંકી, જીક્ષાશબેન રાવલ, કાજલબેન ભજગોતર, લલીતાબેન ખાપડી, યક્ષેશ સિરોદરયા, રાજેશભાઈ ચુડાસમા, વિજુભાઈ બારડ, દિનેશભાઈ ચાવડા, જાદવભાઇ સોલંકી, વજુભાઈ ડોડીયા, આકાશભાઇ ગોહેલ, હેમંતભાઈ ચોહાણ, જેતુનબેન સૈયદ, હરેશભાઈ ચારયા, દિનેશ ભાઈ ચુડાસમા તેમજ અન્ય આગેવાનો ની અટકાયત કરવામાં આવેલ હતી.
રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ