હિન્દ ન્યૂઝ, થરાદ,
થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ ૧૪૪ કિં.રૂ. ૧,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી હિંમતભાઈ લાલજીભાઈ જાતે. ચૌધરી રહે. માનપુરા તા. સાંતલપુર તથા જગા ઉર્ફ જગદીશભાઈ વીરાભાઇ ઠાકોર રહે.ગાજીસર જિ. પાટણ પકડી પાડતી થરાદ પોલીસ, જે આર મોથલીયા IGP બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ તેમજ જે.બી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર થરાદ પોલીસ સ્ટેશનના ઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.એ જાલોરી તથા હે.કોન્સ. આયદાન ભાઈ ગજાભાઈ તથા અ.પો.કોન્સ. રામજીભાઈ માદેવાભાઈ તથા હીરાભાઈ જગાભાઈ નાઓ થરાદ પોલીસ સ્ટેશનના નારોલી ઓપી વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રડકા મેઈન કેનાલ ઉપર નાકાબંધી કરી. હિંમતભાઈ લાલજીભાઈ જાતે.ચૌધરી રહે. માનપુરા તા. સાતાલપુર તથા જગા ઉર્ફ જગદીશભાઈ વીરાભાઇ ઠાકોર રહે. ગાજીસર તા. સાતાલપુર જી. પાટણ વાળાએ પોતાના કબ્જા ભોગવટાની મારુતિ સુઝુકીની બલેનો ગાડી નંબર જી.જે.૨૪. એ.૨૯૪૪ મા ગે.કા અને વગર પાસપરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ – ૧૪૪ કિ.રૂ. ૧,૪૪,૦૦૦/- નો ભરી તથા મારુતિ સુઝુકીની બલેનો ગાડી તથા મોબાઇલ ફોન સાથે કુલ મુદ્દામાલ ૨,૪૮,૦૦૦/-ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમ્યાન ગાડી ચાલક તથા બાજુ માં બેસેલ બંને ઈસમો પકડાઇ જઈ એકબીજાના મેળાપીપણાથી રાજસ્થાન રાજયમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચી ગુનો કરેલ હોઇ તેઓના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર : રજનીકાન્ત જોષી, થરાદ