દિયોદર કોરોના વાઇરસ વચ્ચે સસ્તા અનાજ ની દુકાન પર ઓફલાઈન અનાજ નું વિતરણ કરવા રજુઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ના કોરોના વાઇરસ ના કેસો માં વધારો થઈ રહો છે, જેમાં આરોગ્ય વિભાગ પણ હરકત માં આવ્યું છે, જેમાં હવે સસ્તા અનાજ ની દુકાન પર ઓફલાઈન અનાજ નું વિતરણ કરવા ગ્રામ્ય સરપંચ સંગઠન દ્વારા મામલતદાર ને લેખિત માં રજુઆત કરાઈ છે. દિયોદર તાલુકા ગ્રામ્ય સરપંચ સંગઠન ના પ્રમુખ અલકેશભાઈ જોષી એ આજે મામલતદાર ને લેટર પેડ પર રજુઆત કરી હતી કે કોરોના વાઈરસ વચ્ચે હાલ માં બાયોમેટ્રિક પદ્ધતિ થી અનાજ નું વિતરણ ચાલુ છે. પદ્ધતિ થી કોરોના સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા જણાય છે, જેથી દરેક દુકાનદારો ને સૂચના આપવામાં આવે કે દરેક દુકાન પર ઓફલાઈન વિતરણ કરવામાં આવે બાયોમેટ્રિક ફિંગર ના લેવી અને ઓફ લાઇન અનાજ નું વિતરણ કરવું તે બાબતે આજે લેટર પેડ પર રજુઆત કરવામાં આવી હતી. એક બાજુ અત્યારે કોરોના વાઈરસ ની આ ગંભીર મહામારી વચ્ચે કોરોના વાઈરસ સક્રમત ના થાય તે માટે આ રજુઆત કરવામાં આવી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment