હિન્દ ન્યુસ, રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસે ગુમશુદા બાળકોને શોધી કાઢવા રાજ્ય સરકારની સૂચનાથી અપહરણ બાળકોના કેસમાં સઘન તપાસ હાથ ધરી છે. દોઢ વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાન નજીક લાલબહાદુર સ્કૂલ પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરનાર જામનગરના દંપતી અને ૨ લાખની સોપારી આપનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગરના પૂર્વ પતિને જમીન વેચી હોય તેના ૨ કરોડ રૂપિયા આવ્યા હોય. જેથી લાલચ જાગતા આ બાળકનું અપહરણ કરાવી તેને તેનો દીકરો બનાવી ફરીથી લગ્ન કરી લીધા હતા. અને જામનગર કોર્પોરેશનમાં પુત્રના નામની નોંધણી પણ કરાવી લીધી હતી. ત્રણેય સલીમના મિત્રની ઈકોમા જામનગરમાં દીગંજામ સર્કલ પાસે, રાજકોટના સાંઢિયા પુલ, બસ સ્ટેન્ડ, ચોટીલા તળેટી સહિતના વિસ્તારોમાં ૧૫ દિવસ સુધી બાળકોને ચોકલેટ આપી રેકી કરી હતી. અંતે શાસ્ત્રી મેદાન પાસે ફૂટપાથ ઉપર રમતું આ બાળક ગમી જતા ૩-૪ દિવસ વોચ રાખી રાત્રે ૨ વાગ્યે સૂતું હતું. ત્યારે જ ઉઠાવીને લઇ ગયા હોય. પ્રાથમિક તપાસ દરમિયાન દ્વારકા રહેતા સલીમ હુસેનભાઇ સુભણીયા અને તેની પત્ની ફરીદાને આ બાળકની તસ્કરી કરાવવા ૨ લાખમાં સોપારી આપી હોવાની અને ૧ લાખ ચૂકવી દીધા હોવાની કબૂલાત આપતા પોલીસે સલમા, ફરીદા અને ખંભાળિયા નદીના પટમાં રહેતી મુખ્ય સૂત્રધાર ફાતિમા ઉર્ફે સલમા અબ્દુલમિયાં નાનુમીયા કાદરીની ધરપકડ કરી દોઢ વર્ષ જૂનો ગુનો ઉકેલી નાખ્યો છે. J.C.P ખુર્શીદ અહેમદ, D.C.P પ્રવિણકુમાર મીણા, A.C.P ક્રાઇમ ડી.વી.બસિયા, S.O.G P.I આર.વાય.રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સારી કામગીરી કરનાર P.I ગઢવી, P.I રાવલ, P.S.I રબારી, P.S.I સાખરા, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, જે.પી.મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઈ બરાલીયા, સોકતભાઈ ખોરમ, તોરલબેન જોષી અને મિતાલીબેન ઠાકરને ૧૫ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અને યશસ્વી કામગીરી બદલ પીઠ થાબડી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ