ગીર સોમનાથ,
ગીર સોમનાથ તા.૧૦, અમેરીકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વર્ષ ૨૦૦૧માં ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ વિશ્ર્વના તમામ દેશોએ ૧૧ મી સપ્ટેમ્બરને દેશ ભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે પ્રાથમિક સ્કુલોમાં દેશભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકાર દ્રારા સ્કુલોમાં થતી તમામ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃતિઓમાં સંકલન જળવાય રહે એટલા માટે અગાઉ શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. શાળાકીય કેલેન્ડરમાં સ્કુલોમાં વેકેશન, પરીક્ષા, રજા અને વિવિધ દિવસોની ઉજવણી સહિત વિવિધ પ્રવૃત્તિઓ ક્યારે કરવી તેની માહિતી આપવામાં આવી હતી. આ માહિતી પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં કાર્ય કરવાનું હોય છે. રાજ્ય સરકારે અગાઉ શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઈન્ચાર્જ પ્રા.જિલ્લા શિક્ષણાધિકારી એન.ડી.અપારનાથી એ ૧૧ મી સપ્ટેમ્બરના દિવસને રાષ્ટ્ર દેશ ભક્તિ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ૧૧ મી સપ્ટેમ્બરને પ્રાથમિક શાળાઓમાં દેશભક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકોમાં નાનપણથી દેશભક્તિનો સંદેશ આપવામાં આવે છે. દેશભક્તિના સંદેશ સાથે ભવ્ય ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે નાનપણથી બાળકોને જાગૃત કરવામાં આવે છે.
આ ચાલુ વર્ષ કોવિડ-૧૯ના સંક્રમણના કારણે શાળાઓ બંધ હોવાથી બાળકો ઉપસ્થિત ન હોવાના કારણે સર્વે વાલીઓને તેઓએ વિનંતી કરતા કહ્યું છે કે, બાળકોને ૧૧ મી સપ્ટેમ્બરના દેશ ભક્તિ દિવસની ઘરે જ મીડીયાના માધ્યમથી ઉજવણી કરવા પર ભાર મુક્યો છે. અને ઓનલાઈન શાળાઓના કાર્યમાં જોડાઈ ઉજવણી કરવા કહ્યું હતું. સાચા અર્થમાં દેશ ભક્તિ એ જ દેશપ્રેમ, દેશ સેવા-સમર્પણ, દેશ માટે ત્યાગની ભાવના જરૂરી છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ