વેરાવળ, હિન્દ ન્યુઝ
વેરાવળ શહેરમાં છેલ્લા 1 મહિનાથી કોરોનાનો વ્યાપ વધતા ખુબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. જેના પરિણામે સરકારી હોસ્પિટલમાં બેડની પણ અછત જોવા મળે છે, તેમજ ખાનગી હોસ્પિટલોએ ઘણી હોટેલો ભાડે રાખીને કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે. પરંતુ આ હોટલના આસપાસના દુકાનદારોએ ખુબ જ હાલાકીની સામનો કરવો પડે છે. ત્યાના સ્થાનિક વેપારીઓ સંક્રમિત ન થાય ટ અંગે કોઈપણ પગલા લેવામાં આવતા નથી. આ હોટેલોની આસપાસ બહાર લોકો ટોળા વળીને ઉભા રહે છે તેમજ અંદરથી બહાર તમામ લોકો અવર જવર કરતા હોય તો આ ખાનગી ઉભી કરેલી હોસ્પિટલની આસપાસના વિસ્તારને પણ સેનિટાઈઝ કરી સાવચેતી રાખવી જોઈએ . જેથી ત્યાના સ્થાનિક વેપારીઓ સંક્રમીત ન થાય, પરંતુ કોઈપણ પગલા લેવામાં આવતા નથી. તેથી સ્થાનિક વેપારીઓ રોષે ભરાયા છે અને કોઈ કોરોના પોઝિટીવ કેસ નોંધાશે. તો તેની જવાબદારી હોટલ , સરકાર કે ખાનગી હોસ્પિટલ ધારકોમાંથી કોની રહેશે તેમ વેપારીઓનું કહેવું છે. આ ઉપરાંત આ ગલીમાં ચાની હોટલ, મેડિકલની દુકાનો અને અન્ય હોસ્પિટલ પણ આવેલ છે, પરંતુ તંત્રથી લઈને ડોક્ટરો સુધી કોઈ તકેદારી દાખવતું નથી .
રિપોર્ટર : ઉવેશ મહિડા, વેરાવળ