અરવલ્લી,
સમગ્ર રાજ્યવ્યાપી આરંભાયેલા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ખેડૂત જાગૃતત્તા અને માર્ગદર્શક કાર્યક્રમ ઉર્જામંત્રી સૌરભાઇ પટેલની અધ્યક્ષતામાં ધનસુરા માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો.
ખેડૂતોને સંબોધતા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન અને જાગૃત્તતા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે અને કૃષિ ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી રહી છે. વધુમાં મંત્રીએ ઉમેર્યુ હતુ કે, ખેડૂતોના હિતમાં સાત નક્કર કદમ સરકારે લીધા છે. જેમાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને કમોસસી વરસાદના સમયે ખેડૂતાના મોંધા મોલનું ઉપજ ન મળી શકે તેવા સમયે સરકાર તેમના પડખે રહીને તેમના પાકનું યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી હાથ ધરી છે. તેમણે રાજય સરકાર દ્વારા કૃષકોના કલ્યાણમાં લેવાયેલા સાત પગલાની વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર હવે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, જીવામૃત બનાવવા માટેની સહાય, કિસાન પરીવહન યોજના, ખેડૂતને સ્માર્ટ ટૂલ્સ સહાય, પાક સંગ્રહ માટે સ્ટ્રકચર યોજના, જળસંગ્રહ માટે ભૂર્ગભ ટાંકા બનાવવા સહાય તેમજ વિનામૂલ્યે છત્રી સહાયની સાત યોજના અમલી બનાવી છે.
તેમણે કૃષિમાં આવેલા આમૂલ પરીવર્તનની વાત કરતા કહ્યુ હતુ કે, ૨૦ વર્ષ અગાઉ ખેતીની કુલ ઉપજ ૧૩૦૦ કરોડ હતી. જે આજે વધીને ૧.૭૦ લાખ કરોડે પંહોચી તો ૩૫ લાખ હેકટરને સિંચાઇનો લાભ મળતો હતો જે વધીને ૭૫ લાખ હેકટરને સિંચાઇનો લાભ મળી રહ્યો છે. તેમણે ખેડૂતોને મળતા પાક ધિરાણની વાત કરતા ઉમેર્યુ હતુ કે, અગાઉના સમયે ૧૬ ટકા વ્યાજના દરે ખેડૂતોને પાક ધિરાણ અપાતુ હવે જે રાજ્ય સરકાર અત્યારે વગર વ્યાજે પાક ધિરાણ ખેડૂતોને આપી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરદર્શિતાથી સરદાર સરોવર દરવાજાની ઉંચાઇ વધારતા ૩૫૦ કિ.મી કરતા વધુ લાંબી સૂજલામ-સૂફલામ નહેરોમાં નર્મદાના પાણી ઠલવાતા અરવલ્લીના કૂવા-તળાવ જીવંત બન્યા છે. સમગ્ર દેશમાં વિકાસના ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતનો વિકાસ ખેડૂતો અને ઉધોગોને આભારી છે. ગુજરાતમાં કૃષિ મહોત્સવ થકી કૃષિમાં વૈવિધ્યકરણ અને નવીન પધ્ધતિઓથી ખેડૂતોના આવકમાં વધારો થયો આજે ઇઝરાયલ પધ્ધતિથી થતી ખેતીથી કપાસ અને મગફળીનું ઉત્પાદન વધ્યુ છે. જે સમગ્ર દેશના ઉત્પાદનમાં ૩૦ ટકા ગુજરાતનો ફાળો છે તો સમગ્ર દેશમાં દિવેલાનું ૯૫ ટકા ઉત્પાદન સાથે ગુજરાત અગ્રેસર છે. તેમણે અંબાજીથી ઉમરગામની આદિવાસીપટ્ટીમાં મહત્તમ સબસ્ટેશન ઉભા કરી ખેડૂતોને બળવત્ત બનાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
કિસાન જાગૃતત્તા કાર્યક્રમમાં મંત્રીના હસ્તે કૃષિ યોજના લાભાર્થીઓને મંજૂરી હુકમ તેમજ કિટ્સની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે તમામ ખેડૂતોનું હેલ્થ ચેકઅપ તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સાસંદ દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, મોડાસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, મહેન્દ્રભાઇ પટેલ, જિલ્લા કલેટકર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, અગ્રણી રણવીરસિંહ ડાભી, અતુલ બ્રહ્મભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર હિતેષ પટેલ, પ્રાંત અધિકારી, સહિત તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહયા હતાં.
રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી