હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારઓ/જુદી જુદી સંસ્થાઓ જિલ્લા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે. તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારઓ/જુદીજુદી સંસ્થાઓ દ્વારા કલેક્ટર કચેરી/જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે. જેના કારણે તંગદિલી ભર્યુ વાતાવરણ સર્જાય અને આવા કિ૨સ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જિલ્લા સેવા સદનમાં અરજદાર વ્યક્તિગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય, સરકારી માલ મિલ્કતને કે વ્યક્તિગત જાન માલને નુકશાન થવાના બનાવ બનવાની સંભાવના રહેલ હોઇ, સુલેહ શાંતિ જળવાઇ રહે અને સરકારી માલ મિલ્કતને નુકશાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જિલ્લા સેવા સદન બોટાદ પરિસ૨ની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ભા૨તીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ હુકમ ક૨વા માટે પુરતુ કારણ છે અને તે માટે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાય છે.
આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, બોટાદ દ્વારા ભા૨તીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને તા.૨૦/૦૪/૨૦૨૬ થી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી પ્રતિબંધીત વિસ્તાર જાહેર કરેલ છે તથા આ પ્રતિબંધીત વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાવામાં આવે છે.
(૧) કોઇએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન ક૨વું નહી. (૨) જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રો પોકારવા નહી. (3) જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહી. (૪) કોઇપણ વ્યકિતએ પુર્વ મંજુરી સિવાય લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ ક૨વો નહી. (૫) કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહી.
વધુમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા આદેશ કરવામાં આવે છે કે, આ હુકમ સરકારી નોકર કે, સરકારની ફરજ પર હોય તેવી વ્યકિતઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન ક૨ના૨ કે મદદ ક૨ના૨ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે કોઈપણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા તેના ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
