અમરેલી જિલ્લા ના બગસરા તાલુકાની ઘટના તંત્ર ઘોર નિદ્રામાં

અમરેલી,

તા . ૨૧/૮/૨૦૨૦ આજરોજ આમઆદમી પાર્ટી દ્વારા બગસરા તાલુકા અને શહેરી વિસ્તારોમા આવેલ ખરાબ,બિસ્માર,અત્યંત ભયજનક રોડ જલ્દીથી રીપેરીંગ તેમજ નવા રોડ ઝડપી બને તે બાબતે બગસરા નગરપાલિકા તેમજ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ને એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બગસરા શહેર તેમજ તાલુકાના જે રસ્તાઓ ની હાલત ખરાબ થયેલ છે. જેમાં સામાન્ય લોકો ને ઘણી બધી અગવડતા પડતી હોય છે. અને ખાસ કરી જયારે ગામડાના સામાન્ય માણસ જ્યારે બગસરા હોસ્પીટલ કોઈ દર્દી અથવા તો કોઈ ડિલિવરી ના કેસ હોય ત્યારે ખરાબ રસ્તા ના કારણે ઘણી બધી અગવડતા પડતી હોય છે. તો તેનું નિરાકરણ જલ્દી માં જલ્દી આવી જાય.અને લોકો ને તકલીફ ન પડે તેવી રજુઆત બગસરા તાલુકા તેમજ શહેર આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
વધુમાં બગસરા તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા એ જણાવ્યું હતું કે આવતી 27/08/2020 સુધી માં જો યોગ્ય પગલાં લેવામાં નઇ આવે તો બગસરા શહેર માં જ્યાં પણ ખાડા હશે ત્યાં વૃક્ષો વાવી વિરોધ કરવામાં આવશે.અને નગરપાલિકા સામે ધરણા પર ઉતારવાની પણ તૈયારી દર્શાવી છે.

આવેદન પત્ર આપવા બગસરા તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા સાથે તાલુકા ઉપપ્રમુખ દેવેનભાઈ ક્યાડા,શહેર મહામંત્રી ડો.એમ,એફ,કાળવતર,તાલુકા દલિત સમાજ ના પ્રમુખ રાજેશભાઇ સોલંકી,શહેર યુવા પ્રમુખ વિશાલભાઈ પ્રજાપતિ,CYSS ના ગુજરાત સોશ્યિલ મીડિયા મહામંત્રી ભાવિન ધોરજીયા ઉપસ્થિત રહ્યા હતા.તેવું તાલુકા પ્રમુખ કમલેશ ગઢિયા ની યાદી માં જણાવે છે.

રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Related posts

Leave a Comment