પાવીજેતપુરના ઘૂટણવડ ગામે “દીપડા” નો વૃદ્ધા પર હુમલો

પાવીજેતપુર,

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ઘૂટણવડ ગામે ગઈ કાલે મોડી રાતે માનવભક્ષી “દીપડો” શિકાર કે પીવાના પાણીની શોધમાં નીકળી આવ્યો હતો. રાત્રીના સમયે ૭૦ વર્ષીય બુધલીબેન ભગાભાઈ રાઠવા પોતાના ઘરઆંગણે સૂઈ રહ્યા હતા. અચાનક ક્યાંકથી આવી ચઢેલ માનવભક્ષી “દીપડા” એ વૃદ્ધા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર પછી વૃદ્ધાને ઢસડીને નજીકમાં આવેલી ઝાડીઓમાં લઈ ગયો હતો અને તેમનું મોત થઈ ગયુ હતુ. હુમલાને લઈને વૃદ્ધાએ બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો અને પાડોશીઓ જાગી ગયા હોય, તેઓએ ઘરની આસપાસના વિસ્તારમાં વૃદ્ધાની શોધખોળ કરવાનું શરૂ કરી હતી અને આ ઘટનાને લગત તુરંત જ વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસને પણ જાણ થતાં પોલીસ પણ આવી ગઈ હતી અને થયેલા બનાવને લઇ આગળની તપાસ હાથ ધરી છે. ૧૫ દિવસ અગાઉ પણ પાવીજેતપુર ના ઉમરવા વસાહતમાં ૫ વર્ષીય બાળક પર “દીપડા”એ હુમલો કર્યા હતો જેમાં બાળકનું મોત થયું હતું.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment