ગણેશ ઉત્સવ માં આ વર્ષે ફક્ત ર ફુટ મુરતી ની ઘરમાં જ સ્થાપના ,ઘરમાં જ વિસર્જન

સુરત,

સમગ્ર સુરત જીલ્લા માં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આવનાર ગણેશ ઉત્સવ જે હિન્દુ સમાજ નો પવિત્ર તહેવાર હોય પણ હાલની કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સુરત જીલ્લા પોલીસ કમિશ્નર અજયભાઈ દ્વારા ગણેશ ઉત્સવ માટે જાહેરનામું પ્રસિધ્ધ અને સરકારી ગાઈડલાઈન મુજબ તેનું પાલન કરે માટે ગણેશ ઉત્સવ સમિતિ ના સંગઠન મંત્રી ધમેૅશભાઈ લાપસીવાલા ( સુરત) દ્વારા દરેક ગણેશ ઉત્સવ આયોજકો ,મિત્ર મંડળ ને વિનંતી કે આ વખતે પોતાના ઘર માં ર ( બે )ફુટ ની માટી ની મુરતી નું સ્થાપન કરવું અને ઘર માંજ વિસર્જન કરવું . આમ આ પ્રકારે ઉત્સવ ઉજવવા થી કોરોના વાયરસ ના સંક્રમણ થી બચી સકો છો અને આપ તથા આપનો પરિવાર સુરક્ષિત રહી શકે છે. ઘર માં રહો સુરક્ષિત રહો.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment