અરવલ્લી,
અરવલ્લી જિલ્લા માં આવેલ વિવિધ મેજર એકસીડન્ટક હેઝાર્ડસ વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવીત અકસ્માાત/ઇર્મજન્સીવના સંજોગોમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તાત્કામલીક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનુ પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી મોકડ્રીલ યોજાય છે. આકસ્મિક આગનાના સંજોગોમાં તેને કાબુમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવવી તેની તાલીમ મળી રહે તે માટે આવા મોકડ્રીલ યોજવા જરૂરી છે તેમજ પ્રવર્તમાન ચાલુ માસને સરકાર દ્વારા ” સલામતી માસ” તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલ હોઈ તેના ભાગ રૂપે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી.
જે અંતર્ગત મોડાસાના કાબોલા સ્થિત ગુરૂકૃપા ક્રાફ્ટસ કારખાનામાં મોક ડ્રીલ યોજાઇ હતી જેમાં ઇમર્જન્સી મોકડ્રીલના સિનારીયો તરીકે કારખાનામાં આવેલ વેસ્ટ યાર્ડ ગોડાઉનમાં પડેલ વેસ્ટ ક્રાફ્ટ પેપરના લમ્પમાં કોઈ કારણસર આગ લાગતાં ઓપરેટરે તુરંત મેનેજમેન્ટને જાણ કરી તત્કાલ અગ્નિક્ષામક તથા ફાયર હાઈડ્રન્ટ લાઈન ના ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લેવામાં આવી તથા કારખાનાના સલામતી વિભાગના મેનેજમેન્ટના કર્મચારીઓની આવી ઈમરજંસીના સંજોગોમાં કેવી સતર્કતા છે, તેની ચકાસણી કરવામાં આવી. આ મોકડ્રીલ ને સફળતા અપાવવા ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર શ્રી એચ.એસ.પટેલ, તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી