મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે રોલ ઓબ્ઝર્વર તથા ઉદ્યોગ કમિશનર સ્વરૂપ પી. (IAS) ના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.

આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં મતદારયાદી સંબંધિત અત્યાર સુધી કરવામાં આવેલ કાર્યવાહી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી. રોલ ઓબ્ઝર્વરએ ફોર્મ–૬, ફોર્મ–૮, સ્થળાંતર સંબંધિત પંચરોજકામ તેમજ ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા બાદ તમામ માન્ય રાજકીય પક્ષોને તેની નકલ પૂરી પાડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપ્યું અને ડ્રાફ્ટ રોલના આધારે મતદારોના વેરીફિકેશન માટે અપીલ કરી.

બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર મેહુલ દવે દ્વારા બૂથ લેવલ ઓફિસર્સની તાલીમ, સ્પેશિયલ કેમ્પ, નગરપાલિકા તથા તલાટી કક્ષાએ યોજાયેલા વિવિધ કેમ્પો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે થયેલ બેઠકો અંગે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ, વિધાનસભા મુજબ મતદારયાદી, હેલ્પડેસ્ક, મેપિંગ અને બી.એલ.ઓ./બી.એલ.એ. મિટિંગ્સ અંગે રોલ ઓબ્ઝર્વરને અવગત કરવામાં આવ્યા. બેઠકમાં જિલ્લાના પાંચ વિધાનસભા વિભાગોના મતદાર નોંધણી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment