હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તેમજ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની શૃંખલા અન્વયે કાર્યક્રમ યોજાયો. વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી.
ગુજરાત સરકાર “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આજે રોકાણકારોને વિશ્વાસ મળે છે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા
