હિન્દ ન્યુઝ, ગાંધીનગર
જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, ગાંધીનગર જીલ્લાની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા,ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાનાં માધવગઢ ગામે ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ આશરે ૦૧:૩૦ કલાકે આકસ્મિક તપાસ હાથ ધરતા,સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ મશીન/વાહનો/નાવડીઓ સીઝ કરવામાં આવ્યા હતાં.
આમ કુલ 13 વાહનો સાથે આશરે કુલ ૩.૭૬ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તથા આ વિસ્તારની વધુ તપાસ અર્થેની કાર્યવાહી હાલ ચાલુમાં છે, તપાસ પૂર્ણ થતાં ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહન માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
