હિન્દ ન્યુઝ, ગુજરાત
2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ.
ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશનની કામગીરી પુરજોશમાં, 91.41% ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે.
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 14.16 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા જ્યારે 2.88 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા.
18 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું, તદુપરાંત 2.26 લાખથી વધુ મતદારો રિપિટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું.
