બનાસકાંઠા,
આપણા પ્રધાનમંત્રી મા.શ્રી. નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલુ કરેલ એમ.પી કિસાન યોજના અંતર્ગત દર ચાર મહિને ખેડૂતનાં ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. જે ખાતા નંબરની ભૂલનાં કારણે ગોઠડા નિવાસી ભેમાજી ઠાકોરનાં પાંચ હપ્તાનાં 10,000 રૂપિયા રાજીબેન કાનજીભાઈનાં ખાતામાં આવી ગયેલ.
આ ઘટનાની જાણ અખાભાઇ કાનજીભાઈ ચૌધરીને થતા તેઓ રૂબરૂ એમની માતાને થરા દિવ્યમ ઓનલાઈનમાં લઇને આવ્યા. એમની જરૂરી કે.વાય.સી અપડેટ કરીને માજીની સહીથી 10,000 રૂપિયા ઉપાડીને માજીનાં હસ્તે જ ભેમાજીનાં પુત્ર જગદીશને પરત કરેલ. આટલી ઉંમરે પણ થરા રૂબરૂ આવીને બીજાને મદદ કરવી ખરેખર ખુબ સરાહનીય બાબત કેવાય.
રિપોર્ટર : કનુજી ઠાકોર, બનાસકાંઠા