હિન્દ ન્યુઝ, પોરબંદર
વિકાસ ભી, વિરાસત ભી
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં ₹43 કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે.
બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ, પાર્કિંગ પરિસર સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે.
પ્રથમ તબક્કામાં ₹48 કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર, ચોરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલપમેન્ટના વિકાસકાર્યો પૂર્ણ કરાયા.
