વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, થરાદ

      વાવ-થરાદ જિલ્લાના 100 અધિકારી દર અઠવાડિયે આંગણવાડી અને શાળામાં જઈને બાળકો સાથે મિડ-ડે મિલમાં ભોજન કરશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાવ્યો.

વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્રના 100 જેટલા કલાસ 1 અને 2ના અધિકારીo દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે. અધિકારીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ થકી મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહિ પરંતુ શાળાના શૈક્ષણિક માળખા, ગુણવત્તા સુધારણા અને સુવિધાઓ અંગે પણ માર્ગદર્શક સૂચનો મળી રહેશે.

Related posts

Leave a Comment