રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર સાહેબની 150મી જન્મજયંતી…

હિન્દ ન્યુઝ, નર્મદા 

   એકતા નગર ખાતે આગામી તા. 30 અને 31મી ઓક્ટોબર-2025ના રોજ સરદાર સાહેબની 150મી જન્મજયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે જેને અનુલક્ષીને ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની તલસ્પર્શી વિગતો મેળવી શ્રેષ્ઠ આયોજન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું.


     એકતા નગરના આંગણે એકતા પ્રકાશ પર્વ 2025ની ભવ્ય શરૂઆત.

   તા.15 નવેમ્બર 2025 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે, કુલ 7.6 કિ.મી.માં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો. પ્રવાસીઓ વિનામૂલ્યે પ્રકાશ પર્વને નિહાળી શકશે.


રાષ્ટ્રીય એકતા દિવસ 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વનું ભવ્ય આયોજન…

નર્મદા જિલ્લાના એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એકતા પ્રકાશ પર્વ’ નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ

આ પ્રકાશ પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, લેસર શૉ તેમજ સંગીતમય કાર્યક્રમ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યાં.

તા.15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી કરાશે.

Related posts

Leave a Comment