રાજકોટ શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજકોટ જીલ્લા તંત્ર, મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર

રાજકોટ,

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૮/૨૦૨૦, શનિવારના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડો.આંબેડકરભવન સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં સવારે ૯:૦૦ કલાકે ધ્વજવંદન અને સલામી સમારોહ કાર્યક્રમ યોજાશે. મેયર બિનાબેન આચાર્ય રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે. હાલમાં, કોરોના મહામારી ચાલી રહી છે. આ કાર્યક્રમ સરકારની સુચના તેમજ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું વિગેરેના પાલન સાથે યોજવામાં આવશે. આ પ્રસંગે સાસંદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, પાર્ટીના હોદેદારઓ, કોર્પોરેટરઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વાલ્મીકી સમાજના આગેવાનો તથા સફાઈ કામદાર ભાઈ-બહેનો દ્વારા સફાઈ કામદાર જાગૃતિ મંડળની ઓફીસ નં.ર ખાતે સમય સવારે ૧૧ વાગ્યે ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિન ઉજવણી કરવામાં આવશે. જેમાં સફાઈ કાદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઈ બારૈયા, મંત્રી નટુભાઈ પરમાર, સહમંત્રી અતુલભાઈ ઝાલા, અજાનચી મનસુખભાઈ વાઘેલા, વગેરે ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment