ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સફળતાની ગાથા!
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
૬૧ વીઘા જમીનમાં ફેલાયેલું તેમનું ‘એક્ઝોટિકા ફાર્મ’ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
🌱 મુખ્ય વિશેષતાઓ:
* સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી પદ્ધતિ.
* ૯૫,૬૦૦ થી વધુ ડ્રેગન ફ્રૂટના C વેરાયટીના પ્લાન્ટ.
* ડ્રિપ ઇરિગેશન સિસ્ટમથી પાણીની બચત અને ખર્ચમાં ઘટાડો.
* લાંબા ગાળાની આવક: એકવાર વાવેતર કર્યા પછી ૨૦-૨૫ વર્ષ સુધી ઉત્પાદન!
ગત વર્ષે રૂ.૯૦ લાખથી વધુનું ઉત્પાદન વેચીને ખેડૂતોને લાખોની આવક કમાવવાનો માર્ગ બતાવ્યો. આ ફાર્મ માત્ર વ્યાપારી લાભ જ નહીં, પણ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડે છે.
