રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ ખાતે ‘જ્યોતિગ્રામ યોજના’નો શુભારંભ કરાયો હતો.

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ ખાતે પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી દ્વારા તા. ૨૫ એપ્રિલને શુક્રવારના રોજ ખાખીજાળીયા નેસ વિસ્તારનો ‘જ્યોતિગ્રામ યોજના’ હેઠળ સમાવેશ કરવાનો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે શુભારંભ કરાયો હતો.

ખાખીજાળીયા ગામના મોજેશ્વર નેસ વિસ્તારના પેટા પરામાં રહેતા ૧૫ પરિવારોને ઘર વપરાશ માટે લાંબા સમયથી ખાખીજાળીયા ખેતીવાડી ફીડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. ખેતીવાડીના હેતુસર ફીડર હોવાથી થ્રી ફેઇઝ પાવર સપ્લાય ૦૮ કલાક માટે આપવામાં આવતો હતો. જે સંદર્ભે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના પ્રયાસો અને પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની ભાગીદારીથી વાડલા જે.જી.વાય. ફીડરમાંથી ૨૪ કલાકનો ગુણવત્તાભર્યો અને નિયમિત વીજ પુરવઠો મળી રહે, તે આશયથી એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાંથી જરૂરી મંજૂરી મેળવીને તેની શરૂઆત કરી હતી

Related posts

Leave a Comment