ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડાક વિભાગ એક બહુવિધ સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યું છે, જેના દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી હોવાનું સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિભાગીય વડાઓની આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫ ના કાર્યોની સમીક્ષા બેઠક અને શ્રેષ્ઠતા સન્માન વિતરણ પ્રસંગે જણાવ્યું હતું.

ડાક સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને પહોંચ વધારવા, નાણાકીય સમાવિષ્ટતા, ડિજિટલાઇઝેશન, ટેક્નોલોજીનું એકીકરણ અને માર્કેટિંગની રણનીતિને મજબૂત બનાવવા પર તેમણે ભાર મૂક્યો. આ પ્રસંગે ડાક સેવાઓ અને તેની વિશેષતાઓને બતાવતી ગુજરાતી ભાષામાં એક પુસ્તિકાનું પણ વિમોચન તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર હેઠળના ૧૨ જિલ્લાઓની પોસ્ટ ઓફિસોમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ ૪૫ થી વધુ પોસ્ટલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment