આરોગ્યનું આધુનિકીકરણ સમૃદ્ધ સમાજ

કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનોનું લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ 

      ગ્રાહક બાબતો,ખાધ અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

રાણપુર C.H.C. ખાતે એમ્બ્યુલન્સ તથા મેડિકલ સાધનો મળવાથી આરોગ્યલક્ષી સુવિધામાં સુધારો થશે. તેમજ બ્લડ ટેસ્ટ મશીનો, X-ray મશીન, ઓક્સિજન સપોર્ટ, નેબ્યુલાઈઝર, ડિફિબ્રિલેટર વગેરેની ઉપલબ્ધિ થતા આરોગ્ય સેવા વધુ અસરકારક બની રહેશે.

આ અવસરે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાત, બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલીયા સહિત જિલ્લા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Related posts

Leave a Comment