બોટાદના સમઢિયાળા નં -૨ ગામે મહાત્મા ગાંધી મનરેગા યોજનાના શ્રમિકો માટે મેડિકલ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ

             રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલ “હીટ-વેવ”ની પરિસ્થિતિમાં મનરેગા યોજના હેઠળ ખુલ્લામાં કામ કરતાં શ્રમિકોનાં આરોગ્યને હાનિ ન પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્ર બોટાદના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા મહાત્મા ગાંધી મનરેગા યોજના અંતર્ગત સામૂહિક રોજગારી કામનાં સ્થળ ઉપર “હીટ-વેવ”ની પરિસ્થિતિમાં જરૂરી તમામ પગલાં અને ઉપાયો કરવા કહેવામાં આવ્યું છે.

        જે અંતર્ગત બોટાદના સમઢિયાળા નં -૨ ગામે મહાત્મા ગાંધી મનરેગા યોજનાના શ્રમિકોનું કામનાં સ્થળ ઉપર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનાં પી.એસ.સી ઝમરાળાની ટીમ અને તાલુકા પંચાયત મનરેગા શાખાનાં સયુંકત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૪૫૦ જેટલા શ્રમિકોની આરોગ્ય તપાસ, બીપી ચેક અને અન્ય તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી તેમજ ઓ. આર. એસ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

            આ સમગ્ર કેમ્પનું આયોજન ગ્રામ પંચાયત આગેવાન અને મહાત્મા ગાંધી મનરેગા યોજના ટેકનિકલ આસિસ્ટંટ મહેન્દ્રસિંહ રાઠોડ અને ગ્રામ રોજગાર સેવક ગજેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment