અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે ઓનલાઈન પસંદગી કસોટી યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

     ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નીવીર આર્મી ભરતી રેલી (૨૦૨૫- ૨૦૨૬)ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવ્યું છે.

આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી, અગ્નીવીર ટેક્નિકલ, અગ્નિવિર ક્લાર્ક/ સ્ટોરકીપર ટેકનીકલ ધોરણ ૧૨ પાસ માટે, અગ્નીવીર ટ્રેડમેન ધોરણ ૮ પાસ તથા ૧૦ પાસ માટે વિવિધ કક્ષા પર ભરતી યોજાવાની છે. 

આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે વયજૂથ મર્યાદા તારીખ ૦૧/૧૦/૨૦૦૪ થી તારીખ ૦૧/૦૪/૨૦૦૮ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવારો પાસેથી http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તારીખ ૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા (ONLINE CEE) પ્રથમ આપવાની રહેશે. 

આ જાહેરાત અંગે વધુ વિગત http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આણંદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment