બાગાયત ખાતાની યોજનાઓના લાભો લેવા માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું છે

હિન્દ ન્યુઝ, સુરત

 સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ચાલુ તથા નવી બાબતની યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ખેડૂત મિત્રોએ લાભ લેવા પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને ikhedut.gujarat.gov.in સાઇટ પર સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી સાથેના સાધનિક કાગળો દિન- ૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત ખાતે જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવો.

            અરજી કરવાના ઘટકોમાં નવી બાબત તરીકે ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર/ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) જયારે ચાલુ બાબત તરીકે દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય મેળવવા અરજી કરવા માટે સુરત નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment