હિન્દ ન્યુઝ, સુરત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ડિંડોલી સ્થિત ફ્લાવર ગાર્ડન પાસે યોગ શિબિર યોજાઇ હતી. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય ઘર ઘર સુધી યોગ પહોંચાડવાનો છે, જેથી દરેક વયના નાગરિકો માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી મેળવી શકે. શિબિર દરમિયાન યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા તણાવ નિવારણ અને સ્વાસ્થ્ય સુધારવાનું માર્ગદર્શન અપાયું હતું. સુંદર પર્યાવરણીય માહોલમાં આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. યોગ શિબિરમાં જોડાયેલા નાગરિકોને યોગના ફાયદા સમજાવવા માટે યોગનું નિદર્શન કર્યું હતું. નિત્ય જીવનમાં યોગ અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ શિબિરનું નેતૃત્વ સુરતના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર ડો.પારુલ પટેલ અને સુરેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને જવાબદારી યોગ ટ્રેઈનર કિશોર કોથવે સંભાળી હતી. આ પ્રસંગે વિવિધ યોગ સાધકો અને ટ્રેઈનર્સની નિશ્નાત ટીમે હાજરી આપી અને યોગના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.