ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટ પ્રાકૃતિક ખેતી અપનાવી વધુ આવક મેળવીને અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીનાં મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી રહ્યા છે

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના એક ખેડૂત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલક પાક તેમના ફાર્મમાં અને માર્કેટમાં વેચાણ કરી કમાણી કરી રહ્યા છે.

ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટ આઠ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટના, બાગાયત વિભાગનાં અને સુભાષ પાલેકરનાં સેમિનાર દ્વારા ખેતી અંગેના ફાયદા જણાતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી આજે તેઓ વિધા દીઠ બે થી અઢી લાખની આવક મેળવે છે.

આ ઉપરાંત આઠ વર્ષમાં સંખ્યાબંધ ખેડૂતોએ તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક ખેતી ના માર્ગદર્શન થકી તેઓ પણ લખેલી આવક મેળવતા થયા છે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે એક સાથે અનેક પાક લેતા થયા છે તેવો દેશી બાજરો, કાકડી, મકાઈ અને શિંગનું ઉત્પાદન મેળવે છે.

દેશી બાજરો ખાવાથી થતાં ફાયદા

-હૃદય ને સ્વસ્થ રાખે 

-ડાયાબિટીસને નિયંત્રિત કરે 

-વજન ઘટાડવામાં ઉપયોગી 

-પાચનતંત્ર ને બનાવે છે મજબૂત 

-લોહીની ઉણપ પૂરી કરે 

      આમ ગાય આધારિત ખેતીમાં તેવો ગાયનું છાણ,ગૌમૂત્ર,જીવામૃત બનાવીને તેમનો છટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.તેમનું ઉત્પાદન થયેલો પાક તાલુકાની માર્કેટમાં અને તેમના ફાર્મમાં સ્ટોલ નાખીને તેમનું વેચાણ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે.

Related posts

Leave a Comment