સેવા, સુરક્ષા અને શાંતિ સમાજના ત્રણ અભિન્ન તારકો ગુજરાત પોલીસના અંગે શોભાયમાન છે.

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ જીના વરદહસ્તે અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, આ આધુનિક કચેરી થકી આધુનિક સમાજના સમય સાથે પરિવર્તિત થયેલા જટિલ પ્રશ્નોનું વધુ ઝડપથી અને ચોક્ક્સાઈપૂર્વક નિરાકરણ થઈ શકશે. 

કચેરીમાં કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જે સિસ્ટમ થકી નાગરિકોને તાત્કાલિક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહેશે.

ઉપરાંત કચેરીમાં નાગરિકો માટે ખાસ જન સેવા કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી એક જ સ્થળે તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે.

આ કચેરીમાં આધુનિક અને વિશાળ કોન્ફરન્સ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો જેથી કામગીરી સરળ થઇ શકે અને સંવાદ-પરિસંવાદ પણ સરળ બનશે. 

તમામ નવી સુવિધાઓ સાથેની કચેરી હવે નાગરિકોની સેવા માટે વધુ ઉપયોગી અને પ્રભાવશાળી બની છે. 

ગુજરાત પોલીસ કટિબદ્ધ છે આપની સેવા, સુરક્ષા અને શાંતિ માટે.

Related posts

Leave a Comment