હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ કલેકટર કચેરીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે વાસદ ટોલ પ્લાઝાના ૨૦ કિ.મી.ના વિસ્તારમાં રહેતા લોકો અને આ ટોલ પ્લાઝા પર થી રોજ અવર જવર કરતા લોકોને તેમના બિન વાણિજ્યિક વાહનો (નોન કોમર્શિયલ વ્હીકલ) આર.સી.બુકના સરનામા મુજબ માસિક પાસ રૂપિયા ૩૪૦/- ના દરે કાઢી આપવામાં આવે છે.
આ ટોલ પ્લાઝાના ૨૦ કિ.મી. વિસ્તારમાં રહેતા અને દરરોજ આ રોડ ઉપરથી અપડાઉન કરતાં લોકોને વિશેષ સુવિધારૂપ આ માસિક પાસનો અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ લોકો લાભ મેળવી રહ્યા છે.
વાસદ ટોલ પ્લાઝાથી ૨૦ કિ.મી.ના વિસ્તારમાં રહેતા જે કોઈ પણ વ્યક્તિઓને તેમના વાહનના આર.સી. બુકના સરનામા ૨૦ કિલોમીટરમાં આવતા હોય તેમને આનો લાભ મળવાપાત્ર થાય છે, જે કોઈ પણ વ્યક્તિઓને તેનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓ https://ihmcl.co.in વેબસાઈટ ઉપર જઈને જરૂરી વિગતો ભરી તેના પુરાવા રૂપે દસ્તાવેજો અપલોડ કરીને ઓનલાઈન પાસ કઢાવી શકે છે.
આ ઉપરાંત વાસદ ટોલપ્લાઝા ખાતેથી પણ ફોર્મ ભરીને તેની સાથે રહેઠાણના પુરાવા, આધાર કાર્ડ તેમજ વાહનની આર. સી. બુક સહિતના પુરાવાઓ રજુ કરીને પણ માસિક પાસ કઢાવી શકે છે.
https://www.facebook.com/profile.php?id=100077130878312&mibextid=ZbWKwL