ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી અંદાજે ૧,૯૨,૦૦૦ ક્યુસેક્સ કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડાશે

હિન્દ ન્યુઝ, આણંદ

     ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી કુલ અંદાજે ૧,૯૨,૦૦૦ ક્યુસેક્સ કરતાં વધારે પાણીનો પ્રવાહ છોડવાની શક્યત છે, જેને કારણે તા. ૧૧-૦૯-૨૦૨૪ના રાત્રે ૦૨:૦૦ કલાકે વણાકબોરી જળાશય ખાતે પાણીની સપાટી ૨૩૪ ફૂટ જેટલી થવાની સંભાવના છે.
આથી, ફલડ મેમોરેન્ડમ ૨૦૨૪-૨૫ માં જણાવ્યા મુજબના મહી નદી કાંઠાના ગામોને જે તે સિગ્નલની લેવલની મર્યાદા મુજબ સાવચેતીના પગલાં લેવા તથા સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્રને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા નાયબ કાર્યપાલક ઈજનર, ફલડસેલ મહી બેઝીન, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment