જામજોધપુર તાલુકાના ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ,  જામનગર

પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના- જામજોધપુર દ્વારા ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કુલ 101 પશુપાલક લાભાર્થીઓના 194 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોના 4353 પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો.આઈ.એમ.ભટ્ટી અને શ્રી ડો.એમ.એમ.ચૌધરી દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને 21મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણીઓ વિરુદ્ધ ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment