ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત તા. ૧ થી તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન પોષણ માસની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ, ઘાત્રી માતાઓ, કિશોરીઓ અને ૦ વર્ષથી ૬ વર્ષની ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશીત કરે છે. ભારત સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે પોષણ માસની ઉજવણી તા. ૧ થી તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમ્યાન કરવા જણાવેલ છે.

જેના અનુસંધાને રાષ્ટ્રીય પોષણ માસ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ હિતધારકો સાથે સંકલન કરીને ઉજવવામાં આવે છે. પોષણ અભિયાનની વર્ષ ૨૦૧૭-૧૮માં શરૂઆત કરવામાં આવી, ત્યાર થી આજ દિન સુધી ૬ પોષણ માહની ઉજવણી કરવામાં આવી છે. જેમાં સંલગ્ન મંત્રાલયો અને વિભાગોની ઉત્સાહપૂર્વક ભાગીદારી સાથે આજ દિન સુધીમાં ૬ પોષણ માસ સમગ્ર દેશમાં સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે. 

તે મુજબ વર્ષ : ૨૦૨૪-૨૫ ના સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણીનું આયોજન એનિમિયા, વૃધ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી, સર્વગ્રાહી પોષણ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.


Related posts

Leave a Comment