હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લામાં નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા નુકસાન થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ, નસવાડી ટાઉન, કવાંટ-છોટાઉદેપુર રોડ અને કવાંટ-રેણધા રોડનું સમારકામ કરવામાં આવ્યું છે.