હિન્દ ન્યુઝ, ભાવનગર
સરકાર આરોગ્યની સેવાઓ છેવાડાના માણસો સુધી પહોંચે તે માટે કટીબધ્ધ છે ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા આરોગ્યની સેવાઓ મુખ્યત્વે ટર્સરી કેર, સેકન્ડરી કેર અને પ્રાયમરી કેર સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. જેમાંથી ટર્સરી અને સેકન્ડરી કેર જે ૨૪ * ૭ જનસમુદાયને જીલ્લા કક્ષાની હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ પુરી પાડવામાં આવે છે. આ અંગે જીલ્લા વિકાસ અધિકારી ગુણવંતસિંહ સોલંકી દ્રારા આ સેવાઓ ૨૪ * ૭ જનસમુદાયને મળી રહે છે કે કેમ? તે અંગેની આકસ્મિક ચકાસણી માટે જીલ્લા અને તાલુકા કક્ષાના વર્ગ-૧ અને ર ના અધિકારીઓ મારફત ક્રોસ ચેક તા. ૨૨/૦૮/૨૦૨૪ ના રોજ સાંજે ૬ વાગ્યા બાદ નિયત ચેકલીસ્ટના આધારે કરાવવામાં આવ્યું હતું. અધિકારીઓ ૧૫ સ્થળોએ જિલ્લાના દ્વારા અલગ અલગ બે સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને તેર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.