હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રાવણ શુક્લ દ્વાદશી એટલેકે પવિત્રા બારશ નીમીત્તે ભગવાન સોમનાથજીને રંગબેરંગી પવિત્રા અર્પણ કરી મહાદેવનો પવિત્રા શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ શુક્લ દ્વાદશીને વૈષ્ણવ ભક્તો દ્વારા પવિત્રા બારસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક છે, બંનેનો એકબીજા પ્રત્યેનો અનુરાગ આ શ્લોકમાં જાણવા મળે છે જે કહે છે કે
“शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे
शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ||”
ભગવાન શિવ વિષ્ણુનું સ્વરૂપ છે, અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવનું સ્વરૂપ છે,
ભગવાન શિવના હ્રદયમાં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે, અને વિષ્ણુ ભગવાનના હ્રદયમાં શિવજી બિરાજમાન છે. આ વિશેષ દર્શનની ઝાંખી થી વૈષ્ણવ અને શૈવ ભક્તો ધન્ય બન્યા હતા.