પ્રાચી (તીર્થ) ખાતે ‘મોક્ષ પીપળો’ તેમજ ‘સરસ્વતી ઘાટ’ આવતા યાત્રીકોના નજરમાં આવે એવા બોર્ડ મૂકવામાં આવ્યા 

હિન્દ ન્યુઝ, પ્રાચી

     ‘સો વાર કાશી, એક વાર પ્રાચી’, એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ “મોક્ષ પીપળા” ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલ અતિ પ્રાચીન “મોક્ષ પીપળો” તેમજ “સરસ્વતી ઘાટ” દરેક યાત્રીકોના નજરમાં આવે એવો બોર્ડ મૂકવામાં આવેલ છે. આ બોર્ડ જોઈને પ્રાચી “મોક્ષ પીપળા” એ તેમજ મંદિરે દર્શન કરવા સરળ બનશે.

     આ તકે હિરેનભાઈ પંડ્યા, અજયભાઈ જાની, રાજુભાઈ જોષી, દિલીપભાઇ વ્યાસ, ખંજનભાઈ પુરોહિત, દિપકભાઈ જોષી, નિશાંતભાઈ વ્યાસ, ગૌરવભાઈ મહેતા, સહદેવભાઈ જોષી, કિશોરભાઈ પંડ્યા સહિત સભાગી બન્યા હતા.

રિપોર્ટ : દીપક જોષી, પ્રાચી (ગીર સોમનાથ)


https://hindnews.in/?p=42757

 

Related posts

Leave a Comment