શ્રાવણના ચોથા દિવસે સોમનાથ મહાદેવને “શ્રીગણેશ દર્શન” શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ

      શ્રાવણ માસની શુક્લ ચતુર્થી એટલેકે વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવને શ્રી ગણેશ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરી વિવિધ પુષ્પો, ચંદન સહિતના દ્રવ્યોથી મહાદેવને આભૂષિત કરવામાં આવેલ. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને વિનાયક ચતુર્થી ગણેશજીનો આરાધના દિવસ છે. ત્યારે શ્રાવણ માસની વિનાયક ચતુર્થી પર સોમનાથ મહાદેવના ગણેશ દર્શન શૃંગારમાં બંને દેવતાઓના એક સાથે દર્શન કરવાનો વિશેષ લાભ ભાવિકોને મળ્યો હતો. જ્યોતિર્લિંગ પર શ્રીગણેશ શૃંગારમાં મહાદેવ અને શ્રીગણેશ બંનેના સંયુક્ત દર્શન મેળવવાથી ભક્તોને દરેક કાર્યમાં સફળતા મળે છે. મહાદેવ દર્શનાર્થીના દરેક પાપ દૂર કરે છે અને શ્રીગણેશ તેમને અષ્ટ સિદ્ધિ અને નવનિધીના આશીર્વાદ આપે છે.


 

Related posts

Leave a Comment