મિશન શક્તિ દીવ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘોઘલા ના સંયુક્ત ઉપક્રમે જેંડર સેંસીટાઈઝેશન અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દીવ

     સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે. સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કરવા અંગેનું માર્ગદર્શન મળેલ.

આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ જીલ્લા ન્યાયાલય દિવ તરફથી પધારેલ શ્રીમતી અર્ચનાબેન ગાંધી(આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટર, દીવ) જે કે પટેલ (પ્રિન્સિપાલ, ગર્લ્સ સ્કૂલ ઘોઘલા) તથા રામજીભાઈ નારણભાઈ (પ્રિન્સિપાલ, જેઠી બાઈ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ) ઉપસ્થિત રહેલ. શ્રીમતી અર્ચનાબેન ગાંધી દ્વારા ભારતમાં લાગુ કરવામાં આવેલ નવા ત્રણ કાયદાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપી. જેમાં ઇન્ડિયન પીનલ કોડ ની જગ્યા એ ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવેલ છે જેમાં જૂના અને નવા કાયદા વિશે સમજૂતી આપી.

નવા કાયદામાં ઓર્ગેનાઈઝડ ક્રાઇમ, કીડનેપિંગ, કમ્યુનિટી સર્વિસ, વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખૂન કરવાના ગુના અને તેમાં કરવામાં આવતી સજા વિશે સમજાવવામાં આવ્યું. કોઈ પણ વ્યક્તિ ઇ- એફ આર આઇ કરી શકે તથા દિવસ ૩ માં પોલીસ સ્ટેશન પર જઈ ને ફરિયાદ દાખલ કરી શકે છે. વિસ્તૃતમાં તેમણે જણાવ્યું કે RTE Act, હિટ એન્ડ રન એક્ટ, કોર્ટની કાર્યવાહી વિશે સમજાવવામાં આવ્યું. દૈનિક જીવનની દરેક પ્રક્રિયામાં કઈ રીતે કાયદા ઉપયોગી છે તે સમજાવ્યું. ત્યાર બાદ જીલ્લા મહિલા સશક્તિકરણ ના જીલ્લા મિશન કો ઓર્ડીનેટર નીસર્ગભાઇ દ્વારા પોકસો એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ઘરેલુ હિંસા – 2005, કામકાજ ના સ્થળે મહિલા પર થતી જાતીય સતામણી -2013 તથા તેના લગત વિડિયો બતાવવામાં આવ્યો. ઉપરાંત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ – 2006 વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી. તથા તેમના આ ક્ષેત્ર ના વિવિધ અનુભવો વિશે પણ માહિતી આપવામાં આવી.

   આજના કાર્યક્રમમાં મિશન શક્તિની યોજનાકીય માહિતી તથા જાતિ પૂર્વગ્રહ, જાતીય રૂઢિવાદી, જાતીય ભેદભાવ, જાતીય સ્ક્રિપ્ટ વગેરે વિશે જેન્ડર સ્પેશીયાલિસ્ટ ડો. તૃપ્તિ છાંટબાર દ્વારા માહિતી આપવામાં આવી. મહિલા હેલ્પલાઇન ના રવિશાબેન રોહિતભાઈ દ્વારા 181 મહિલા હેલ્પલાઇન શું છે અને તેની સમગ્ર સિસ્ટમ વિશે સમજાવવામાં આવ્યું.

આજના કાર્યક્રમમાં બાળ વિકાસ પ્રોજેક્ટના શ્રીમતી ગાયત્રીબેન જાટ ના માર્ગદર્શન હેઠળ મિશન શક્તિ દિવ ના નિસર્ગ ઉપાધ્યાય (જિલ્લા મિશન કો ઓર્ડીનેટર), ડૉ. તૃપ્તિ છાંટબાર, રવીશા રોહિત, અસીમભાઈ મન્સૂરી, શ્રીમતી અર્ચનાબેન, શાળાના પ્રિન્સિપાલઓ અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીમિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ


Advt.

 

 

Related posts

Leave a Comment